પાણીની કટોકટી વિશેની ફિલ્મને પ્રિયંકા સમર્થન આપશે

પાણીની કટોકટી વિશેની ફિલ્મને પ્રિયંકા સમર્થન આપશે
  
તાજેતરનાં વર્ષોમાં મહારાષ્ટ્રમાં પાણીની તીવ્ર અછત દર્શાવતી ફિલ્મો અને ઝુંબેશને ટેકો આપવા અનેક કલાકારો બહાર આવ્યા છે, જેમાં લેટેસ્ટ ઉમેરો થયો છે પ્રિયંકા ચોપરાનો. પ્રિયંકા સત્ય ઘટના પરથી બનેલી મરાઠી ફિલ્મ `પાણી'ને પ્રમોટ કરવાની છે.
 ફિલ્મનું દિગ્દર્શન મરાઠી અભિનેતા આદિનાથ કોઠારી કરવાનો છે, જે જાણીતા મરાઠી ઍક્ટર-ડિરેક્ટર મહેશ કોઠારીનો પુત્ર છે.
આ ફિલ્મ દ્વારા આદિનાથ ફિલ્મોમાં દિગ્દર્શક તરીકે પદાર્પણ કરશે. 
ફિલ્મની કથા મરાઠવાડાના દુષ્કાળગ્રસ્ત ગામ નાગરવાડીમાંથી આવેલા એક શખસની આસપાસ આકાર લે છે. તેના ગામમાં પાણીની તીવ્ર અછત હોવાથી કોઈપણ `કન્યા' તેને પરણવા તૈયાર થતી નથી...

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer