માધુરી દીક્ષિતે ઊજવ્યો વર્કિંગ બર્થ ડે

માધુરી દીક્ષિતે ઊજવ્યો વર્કિંગ બર્થ ડે

માધુરી દીક્ષિત-નેનેએ તેનો 51મો બર્થ ડે 14મી મેએ પોતાની મરાઠી ફિલ્મ `બર્કટ લિસ્ટ'નું પ્રમોશન કરી મનાવ્યો હતો, જેનું ટ્રેલર ગત 4થી મેએ લોન્ચ થઈ ચૂક્યું છે. હકીકતમાં આ ફિલ્મ દ્વારા `મરાઠી' મુલગી માધુરી મરાઠી ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે.
માધુરીએ ફિલ્મ પ્રમોટ કરવા ઉપરાંત અનેક પ્રકારની મીડિયા એક્ટિવિટી કરી હતી.
`ધક ધક ગર્લ' તરીકે જાણીતી થયેલી માધુરી દીક્ષિત આ ઉપરાંત `ટોટલ ધમાલ' (હિન્દી ફિલ્મ)માં પણ દેખાશે, જેના કલાકારોમાં અજય દેવગન, અનિલ કપૂર, અર્શદ વારસી તેમ જ રીતેશ દેશમુખ જેવા ધુરંધરોનો સમાવેશ થાય છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer