આમિરની `મહાભારત''માં સલમાન બનશે શ્રીકૃષ્ણ?

આમિરની `મહાભારત''માં સલમાન બનશે શ્રીકૃષ્ણ?

આમિર ખાને તેના ડ્રીમ પ્રોજેક્ટ `મહાભારત'માં ભગવાન શ્રીકૃષ્ણ બનવાની શક્યતાને નકારી દીધા બાદ હવે તે ઈચ્છે છે કે તેનો મિત્ર સલમાન ખાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવે. આ પહેલાં સલમાનને જ મહાભારત પરથી પોતાની ફિલ્મ બનાવવાની મહેચ્છા જાગી હતી. જોકે, આમિરે તેના પરથી ભવ્યતમ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યા બાદ હવે બંને ખાન સાથે સંકળાયેલા એક ફિલ્મસર્જકે જણાવ્યું હતું કે `આમિરે શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવવા માટે સલમાન સાથે વાતચીત કરી છે.'
જો આ બાતમી સાચી ઠરે તો લગભગ અઢી દાયકાના ગાળા બાદ બંને ખાન રૂપેરી પરદા પર એકસાથે જોવા મળશે કેમ કે તેઓ છેલ્લે 1994માં ફિલ્મ `અંદાઝ અપના અપના'માં સમાંતર હીરો બન્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer