વર્લ્ડ કપની બ્રાઝિલની ટીમમાં ઇજાગ્રસ્ત નેમારનો સમાવેશ

વર્લ્ડ કપની બ્રાઝિલની ટીમમાં ઇજાગ્રસ્ત નેમારનો સમાવેશ

બ્રાર્સિલિયા, તા.15: આ વર્ષે રશિયામાં રમાનાર ફીફા વર્લ્ડ કપ માટે બ્રાઝિલની 23 ખેલાડીઓની ટીમમાં ઇજાગ્રસ્ત સ્ટાર સ્ટ્રાઇકર નેમારનો સમાવેશ કરાયો છે. નેમારે થોડા સમય પહેલા ઘૂંટણી સર્જરી કરાવી છે. આથી તે લગભગ બે મહિનાથી મેદાનની બહાર છે અને હજુ હમણા જ તેણે તેની કલબ પેરિસ સેન્ટ જર્મન તરફથી અભ્યાસ શરૂ કર્યોં છે. આવતા મહિને રશિયામાં રમાનાર વર્લ્ડ કપમાં બ્રાઝિલની ટીમમાં નેમાર ઉપરાંત એન્ડરસન, ડાનિલો અને ગ્રેબિયલ જીસસ જેવા જાણીતા ખેલાડીઓ છે. બ્રાઝિલની ટીમ વર્લ્ડ કપમાં ગ્રુપ ઇમાં કોસ્ટા રીકા, સર્બિયા અને સ્વિત્ઝરલેન્ડ સાથે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer