આયરર્લેન્ડ તરફથી પદાર્પણ ટેસ્ટમાં જ સદી કરીને ઇતિહાસ રચતો કેવિન ઓ''બ્રાયન

આયરર્લેન્ડ તરફથી પદાર્પણ ટેસ્ટમાં જ સદી કરીને ઇતિહાસ રચતો કેવિન ઓ''બ્રાયન

ડબલીન તા.15: આયરલેન્ડના 36 વર્ષીય અનુભવી મીડલઓર્ડર બેટસમેન કેવિન ઓ'બ્રાયને પાકિસ્તાન સામેના એકમાત્ર ટેસ્ટમાં ફોલોઓન થયા બાદ સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે. આયરલેન્ડનો આ પદાર્પણ ટેસ્ટ છે અને કેવિન આયરલેન્ડ તરફથી સદી કરનારો પહેલો ક્રિકેટર બન્યો છે. આ પહેલા કોઇ દેશના પહેલા જ ટેસ્ટમાં ત્રણ ખેલાડી સદી કરી ચૂકયા છે. જેમાં ઓસ્ટ્રેલિયાના ચાર્લ્સ બેનરમેને 1876-77માં ઇંગ્લેન્ડ સામે સદી ફટકારીને અણનમ 165 રન કર્યાં હતા. આ મેચ ઓસિ.નો પહેલો ટેસ્ટ હતો. આ પછી આવી સિધ્ધિ છેક 1992માં ડેવ હોટને મેળવી હતી. ઝિમ્બાબ્વેનો પહેલો ટેસ્ટ ભારત સામે રમાયો હતો જેમાં હોટને 121 રન કર્યાં હતા. 2000ની સાલમાં બંગ્લાદેશને પહેલો ટેસ્ટ રમવાનો મોકો મળ્યો હતો ત્યારે અનીમુલ ઇસ્લામે ભારત સામે 145 રન કર્યાં હતા. હવે કેવિન ઓ'બ્રાયને પાકિસ્તાન સામે સદી ફટકારીને 118 રન કર્યાં છે. ભારત તરફથી પહેલી સદી લાલા અમરનાથે (118) 1932-33ની શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે કરી હતી. જો કે ભારતનો એ પહેલો ટેસ્ટ મેચ ન હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer