ડૉલરમાં તેજીથી સોનું સળંગ ત્રીજા દિવસે નરમ

ડૉલરમાં તેજીથી સોનું સળંગ ત્રીજા દિવસે નરમ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : ઇઝરાયેલમાં અમેરિકાની એમ્બસીના આરંભ પૂર્વે સૈન્યએ ગાઝા સરહદ ઉપર ડઝન કરતાં વધારે પેલેસ્ટાઇન સમર્થકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ પ્રકારના બનાવને ગંભીરતાથી લેવાના સ્થાને ફંડો અને રોકાણકારોએ ડોલરની તેજીને લક્ષ્યમાં લઇને સોનાની વેચવાલી કાઢતા સળંગ ત્રીજા દિવસે નરમાઇ આવી હતી. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ 1309 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો.
રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રમાણે રૂા. 31,450ના સ્તરે જળવાયેલો રહ્યો હતો. મુંબઇમાં રૂા. 20 ઘટીને રૂા. 31,570 હતું. ન્યૂયોર્કમાં ચાંદી 16.39 ડોલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 250ના ઘટાડામાં રૂા. 40,200 હતી. મુંબઇ ચાંદી રૂા. 230 તૂટી રૂા. 39,805 રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer