ભાજપની `તાકાત'' ઉપસવા સાથે `પ્રિયંકાને લાવવા'' કૉંગ્રેસી છાવણીમાં પ્રબળ બની માગ

ભાજપની `તાકાત'' ઉપસવા સાથે `પ્રિયંકાને લાવવા'' કૉંગ્રેસી છાવણીમાં પ્રબળ બની માગ

નવી દિલ્હી તા.15: કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો આવવા લાગતાં રાજધાનીમાંના કોંગ્રેસના વડા મથકે કંઈક સન્નાટો છવાયેલો રહ્યો હતો. કર્ણાટકની ચૂંટણી કોંગ્રેસે ભારે તીવ્રતાપૂર્વક લડી હતી અને પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે હવે પછી કોઈ ચૂંટણી ગુમાવવાનું નહીં બને. જો કે અંતે તેમના એ દાવા અને શબ્દો પોકળ ઠર્યા છે. 
પક્ષ કાર્યકરો, જેઓ મોટા ભાગે રાહુલને સમર્પિત છે, તેઓ ય તદ્દન હતાશ થયા છે કારણ પક્ષે ઓર એક પરાજયનો સામનો કરવાનું થયું છે. તેમાંના એકે ખાનગી ચેનલને જણાવ્યુ હતું કે અમે ભલે હજીય રાહુલના વિઝનમાં માનીએ છીએ પણ તેમનાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને પક્ષમાં અગ્રીમ ભૂમિકા અપાવી જ જોઈએ. તેના મતને અન્ય સાથી કાર્યકરોએ પણ સ્વીકાર્યો હતો,  કર્ણાટકમાં પક્ષ જીતી જશે એવી આશાએ ઉજવણી કરવા વડામથકે એકઠા થયેલા આ કાર્યકરો, પરિણામો સ્પષ્ટ થવા સાથે ધીમેધીમે વિખેરાવા લાગ્યા હતા.
પ્રિયંકા ગાંધીનું કોંગ્રેસથી નિકટ રહેલાઓ દ્વારા પહેલી વાર નથી લેવાયું, છેલ્લા થોડા વર્ષથી એવી જોરદાર માગણી થતી આવી છે કે પ્રિયંકાને વિધિસરની ભૂમિકા અપાવી જોઈએ. ગાંધી પરિવારે તે મુદ્દાને અવારનવાર કોરાણે મૂકી દેતો આવ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer