રેરાની કોઈ પણ જોગવાઈમાં ફેરફાર નકારતી કેન્દ્ર સરકાર

રેરાની કોઈ પણ જોગવાઈમાં ફેરફાર નકારતી કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, તા. 15 : રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એકટ (રેરા)માં કેટલીક જોગવાઈઓમાં ફેરફારો કરવા માટે બીલ્ડરોની લોબીએ માગણી કરી હોવા છતાં સરકારે તેમાં કોઈ પણ સુધારાને નકારી કાઢયો છે. કેન્દ્રે તમામ અધૂરા પ્રોજેક્ટસને આ કાયદા હેઠળ લાવવા માટે રાજ્યોને 30 જૂન સુધીની મહેતલ આપી છે. કાયમી રેગ્યુલેટરો અને ટ્બ્યુનલો સ્થાપવા માટે પણ 30 જૂનની મહેતલ નક્કી કરવામાં આવી છે.
રેરાની પ્રથમ કેન્દ્રીય સલાહકાર કાઉન્સિલની બેઠકનું અધ્યક્ષપદ સંભાળતા આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંઘ પુરીએ જણાવ્યું હતું કે રેરાની કોઈ પણ જોગવાઈમાં સુધારો કરવાનો સવાલ જ પેદા થતો નથી. જે બીલ્ડરોએ નાણાં લીધાં છે અને ઘરો સુપરત કર્યાં નથી તેમને બક્ષવામાં નહીં આવે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer