વારાણસીમાં નિર્માણાધીન પુલનો હિસ્સો ધરાશાયી : 16નાં મોત, 50 ઘાયલ

વારાણસીમાં નિર્માણાધીન પુલનો હિસ્સો ધરાશાયી : 16નાં મોત, 50 ઘાયલ

વારાણસી, તા.15: વારાણસીના કેન્ટ એરીયામાંના એક નિર્માણાધીન પુલનો હિસ્સો ધરાશાયી થવાની ગોઝારી દુર્ઘટના આજે બની હતી. આ દુર્ઘટનામાં 16  જણા માર્યા ગયા છે અને 50થી વધુ લોકો કાટમાળ તળે દટાયેલા હોવાના અહેવાલ છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ હોનારત અંગે ઘેરો શોક પ્રગટ કરવા સાથે સંબંધિત અધિકારીઓને ઘટનાસ્થળે ધસી જઇ કાર્યવાહીમાં લાગી જવાની તાકીદ કરી હતી. દુર્ઘટનાના કારણ અંગે તપાસ ટુકડી રચી છે અને 48 કલાસમાં તેના રીપોર્ટ માગ્યો છે. મૃતક દીઠ તેના પરિવારને રૂ. પાંચ લાખની અને ગંભીર રીતે ઘાયલ થયેલાઓને રૂ. બે લાખની સહાય આપવાની જાહેરાત સીએમએ કરી હતી. કાટમાળ તળે અનેક વાહનો ય દબાઇ ચૂકયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ બચાવ કાર્ય માટે પહોંચી ચૂકી છે. સીએમ પણ ઘટના સ્થળે ધસી ગયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer