શૅરોમાં નોંધનીય આંચકા


મુંબઈ, તા. 16 : ભલે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ મોટા પક્ષ તરીકે ઊપસ્યો પણ ત્યાં સરકાર નહીં બનાવવાની શક્યતા જોતાં તેની નિરાશાએ તેમ જ ક્રૂડ તેલના વધતાં ભાવની અસરે સ્થાનિકમાં બજારે જોરદાર પલ્ટો આપી આજે સવારે નોંધનીય ઘટાડો દર્શાવ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્ષ જે ગઈકાલે શરૂઆતમાં ઊછળી પછી બંધ થવાના ટાંકણે નજીવો ઘટાડો દાખવ્યો હતો તે પ્રતિક્રિયા આજે સવારે ચાલુ રહી બેન્ચમાર્ક સેન્સેક્ષ સવારે 10.05 વાગે આગલી બંધ સપાટી સામે 279 પોઈન્ટ અને નિફ્ટી 91 પોઈન્ટના નોંધનીય આંચકો ખાઈ અનુક્રમે 35,262ની અને 10,710ની સપાટીએ ઊતરી ગયો હતો. પીએનબી, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ઝડપી ઘટયા હતા. આજે અગ્રણી કંપનીઓ બિરલા કૉર્પો., હિન્દાલ્કો ઇન્ડ., આઈટીસી અને તાતા સ્ટીલના ત્રિમાસિક પરિણામ જાહેર થશે તેના પર બજારની નજર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer