ડોએચ્ચ બૅન્કે મુંબઈની ફિનટેક કંપની હસ્તગત કરી


મુંબઈ, તા. 16 : જર્મનીની સૌથી મોટી ધિરાણકાર બૅન્ક ડોએચ્ચ બૅન્કે મુંબઈની ચાર વર્ષ જૂની ફિનટેક સ્ટાર્ટઅપ ક્વોન્ટિજ્યુસ સોલ્યુશનને હસ્તગત કરી  છે. આ સોદાથી ડોએચ્ચ બૅન્ક સમગ્ર વિશ્વમાં તેના કૉર્પોરેટ ગ્રાહકો માટે ઓપન બૅન્કિંગ પ્લેટફોર્મ પૂરું પાડશે.
જર્મનીને બૅન્કે ભારતમાં આ પ્રથમ એકિવઝિશન કર્યું છે અને તેનાથી બૅન્કને ગ્રાહકો સાથે સીધું ઈન્ટરફેસ કનેકટ કરવામાં મદદ મળશે, તેમ જ વધારાનો ખર્ચ પણ નહીં કરવો પડે. તથા ઓટોમેશન માટે વધારે પ્રયાસ નહીં રવો પડે એમ ડોએચ્ચના બૅન્કિંગ હેડે જણાવ્યું હતું. આ સોદાનું મૂલ્ય જાહેર નથી કરાયું.
ડોએચ્ચ બૅન્કે જાન્યુઆરીના પ્રારંભમાં મુંબઈની કંપનીનો સંપર્ક સાધ્યો હતો અને તેને ખરીદવાની અૉફર કરી હતી. મુંબઈની કંપનીના સ્થાપક અખિલેશ કટારિયાએ ડોએચ્ચ બૅન્કના અધિકારીઓ સાથે બેઠક કરી તેઓને બોર્ડમાં સામેલ કરવા અૉફર કરી હતી, પરંતુ બાદમાં પોતે જ બૅન્કમાં જોડાઈ ગયા હતા. 2017-'18માં કંપનીએ રૂા. 3.5 કરોડની આવક મેળવી હતી. સોદાના ભાગરૂપે કટારિયા સહિતના 19 કર્મચારીઓ ડોએચ્ચ બૅન્કમાં કર્મચારી તરીકે જોડાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer