રદ્દીના ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

 
મુંબઈ, તા. 16 : રાજ્ય સરકારે લાગુ કરેલા પ્લાસ્ટિક બંધીના નિર્ણયની અસર રદ્દી કાગળના બજારમાં અત્યારથી જ દેખાવા લાગી છે. પ્લાસ્ટિકની થેલીઓ બંધ થયા પછી કાગળની થેલીઓની માગ વધી છે. તેથી કાગળની થેલીઓ બનાવવા પર ઉત્પાદકોએ ભાર આપ્યો છે અને રદ્દી કાગળની માગમાં વધારો થયો છે.
નવથી દસ રૂપિયે કિલોના ભાવે વેચાતી રદ્દીના ભાવ હવે અગિયારથી બાર રૂપિયા થયા છે. 
વર્ષાઋતુ બાદ રદ્દીની માગ વધવાની સંભાવના છે. તેની માગ વધી હોવા છતાં તેને સાચવવા માટે પુરતી જગ્યા ન હોવાથી વેપારીઓ મોટો સ્ટોક કરી શકતા નથી. પ્લાસ્ટિક બંધી બાદ રદ્દીના ભાવમાં વધારો થયો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer