કીર્તિ વ્યાસનો મૃતદેહ શોધવાનો રોજનો 25 હજાર ખર્ચ મૃતકનાં દાદીમાનું અવસાન


મુંબઈ, તા. 16 : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કીર્તિ વ્યાસની હત્યાની તપાસ માટે મુંબઈ સીઆઈડીએ તેમના કુટુંબીઓ પાસેથી વધુ સમય માગ્યો છે ત્યારે તેમના કુટુંબીઓએ એક વધુ મોભી ગુમાવ્યા છે. કીર્તિ વ્યાસનાં દાદીમા રમાબહેનનું ગયા રવિવારે અવસાન થયું છે. કહેવાય છે કે કીર્તિબહેનનાં હત્યાનાં સમાચાર પછી તેઓને ભારે આઘાત લાગ્યો હતો અને વધારામાં કીર્તિનો મૃતદેહ નહીં મળવાથી તેઓ ડિપ્રેશનમાં હતાં.
દરમિયાન કીર્તિ વ્યાસનો મૃતદેહ શોધી કાઢવા માટે પોલીસે સતત પ્રયાસો ચાલુ રાખ્યા છે. જે નાળામાં તેનો મૃતદેહ પ્લાસ્ટિકની બેગમાં ફેકી દેવામાં આવ્યો હતો ત્યાં ડ્રોન અને સ્થાનિક મચ્છીમારોથી તે બેગ શોધવામાં આવી રહી છે. આની પાછળ પોલીસ રોજના પચીસ હજાર રૂપિયા ખર્ચે છે. સોમવારે પોલીસે નાળાથી કેટલાક અસ્થિ હાથ કર્યા હતા, પરંતુ જે. જે. હૉસ્પિટલની તપાસમાં તે જનાવરના હોવાનું જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer