શિયા મુસ્લિમો સિલ્વાસાના દફનવિધિના મેદાનમાં પ્રાર્થના કરી શકશે : વડી અદાલત


મુંબઈ, તા. 16 : મુંબઈ વડીઅદાલતે સત્તાવાળાઓને સિલ્વાસામાં દફનવિધિનું મેદાન ખોલી દેવા આદેશ આપ્યો છે. વાસ્તવમાં આ મેદાન પ્રસ્તાવિત રિંગ રોડનું બાંધકામ કરવા હસ્તગત કરી સિલ્ડ કરાયું હતું. આમ આદેશ વિશેષ તો આ રમઝાન માસ દરમિયાન ખોજા શિયા મુસ્લિમ સંપ્રદાય પ્રાર્થના કરી શકે એ હેતુસરનો હોવાનું મનાય છે. આમ આ કોમના લોકો તેઓના સગાંવહાલા જેઓને અહીં દફનાવાયા છે તેમની પ્રાર્થના કરી શકશે.
આમ તો વડીઅદાલત માને છે કે માળખાકીય પ્રોજેક્ટો જાહેરહિત માટે જરૂરી છે એટલે જ અગાઉ રિંગ રોડના બાંધકામનો પ્રસ્તાવ મૂકાયો હતો, પણ સાથે સાથે માનવીય સંવેદનશીલતા પણ જરૂરી છે એટલે જ અગાઉનો પ્રસ્તાવ પડતો મૂકયો એમ કહી શકાય.
ખોજા શિયા ઈન્શા અહરી જમાત અૉફ દાદરા-નગરહવેલીએ પિટિશન ફાઈલ કરી હતી. તેની સુનાવણીમાં આ પ્રકારનો અદાલતે આદેશ આપ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer