વક્ફ બૉર્ડે કોર્ટના કેસો લડવા સાત વકીલોની નિમણૂક કરી


મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્ર સ્ટેટ વક્ફ બૉર્ડ (એમએસડબ્લ્યુબી)ની ગયા સપ્તાહે મળેલી મિટિંગમાં બૉર્ડનું પ્રતિનિધિત્વ કરવા સાત વકીલોની નિમણૂક કરવાનો  નિર્ણય કર્યો છે. જેમાં મહારાષ્ટ્રના સાત ડિવિઝનોમાં બાકી ઊભા રહેલા કેસોમાં લડત આપશે. આ વકીલોને અન્ય ઍડ્વૉકેટની સહાય મળી રહેશે તેમ જ તેઓ જિલ્લા અદાલતો, વક્ફ ટ્રિબ્યુનલ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રતિનિધિત્વ કરશે.
અગાઉ લઘુમતી વિભાગના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જાહેર કર્યું હતું કે પ્રત્યેક  રાજ્યમાંના વક્ફ બૉર્ડસ છ ક્ષમતાપૂર્ણ કર્મચારીઓની નિમણૂક કરશે જે ડિજિટલ પ્રક્રિયા અને સર્વેને ધ્યાનમાં રાખશે તેમ જ કાયદાકીય સલાહ આપશે તેઓને કેન્દ્ર વેતન ચુકવશે. એમએસડબ્લ્યુબીના સભ્ય  ખલીદ બાબુ કુરેશીએ જણાવ્યું હતું કે બૉર્ડ સામેના કેસોમાં યોગ્ય રીતે બચાવ કરવાનો નથી. બીજા ઓર્ડરો પસાર કરવામાં આવતા રહ્યા. તેમના જણાવ્યા મુજબ વિવિધ અદાલતોમાં 4000 કેસો બાકી ઉભેલાં છે.
વક્ફના ઍક્ટ 1995 મુજબ વક્ફ બોર્ડને મુસ્લિમ ધર્મની પ્રોપર્ટીઝના વહીવટ તથા ન્યાયી અધિકાર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer