આદિત્ય ઠાકરેએ પ્લાસ્ટિક બોટલ આરવીએમનું ઉદ્ઘાટન કર્યું

આદિત્ય ઠાકરેએ પ્લાસ્ટિક બોટલ આરવીએમનું ઉદ્ઘાટન કર્યું
પ્લાસ્ટિક રિસાઇક્લિંગને પ્રોત્સાહન
મુંબઈ, તા. 21 : શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ઉપયોગ કરેલી પ્લાસ્ટિક બોટલ રિઝર્વ વેન્ડિંગ મશીન (આરવીએમ)નું ઉદ્ઘાટન સહકારી ભંડાર સ્ટોર, પ્રભાદેવીમાં કર્યું હતું.
ભારતમાં ઉપયોગ થતી પ્લાસ્ટિક બોટલની રિસાઇકલિંગ કરતી સૌથી મોટી કંપની આરઆઈએલએ આ પહેલ મુંબઈ અને દેશને સ્વચ્છ રાખવા માટે શરૂ કરી છે, જેનાથી પ્લાસ્ટિક બોટલોથી ફેલાતું પ્રદૂષણ અટકાવી શકાશે.
આરઆઈએલએ 5 જૂન, 2018ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ અગાઉ મુંબઈમાં રિલાયન્સ રિટેલના 12 જુદાજુદા રિલાયન્સ સ્માર્ટ અને સહકારી ભંડાર સ્ટોરમાં આ પ્રકારનાં વધુ મશીનો સ્થાપિત કરવાની યોજના પણ બનાવી છે. લોકોને ખાલી પ્લાસ્ટિક બોટલ લાવવા અને વેન્ડિંગ મશીનમાં નાખવા પ્રોત્સાહન આપવા આ મશીનો ડિસ્કાઉન્ટ કૂપન સાથે સજ્જ હશે, જેમાં વ્યક્તિ પ્લાસ્ટિક બોટલ નાખતા જ કૂપન બહાર આવશે.
આરઆઈએલ કપાયેલી પ્લાસ્ટિક બોટલ એકત્ર કરશે અને તેને ઉત્તર પ્રદેશના બારાબંકી અને પંજાબમાં હોશિયારપુરમાં પ્લાસ્ટિક રિસાઇકલિંગ પ્લાંટમાં મોકલશે, જ્યાં વિશ્વનાં ગ્રીનેસ્ટ રિક્રોન ગ્રીનગોલ્ડ ઉત્પાદન થાય છે.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer