સોનમ લગ્ન બાદ હજી નવા ઘરમાં રહેવા ગઈ નથી

સોનમ લગ્ન બાદ હજી નવા ઘરમાં રહેવા ગઈ નથી
બૉલીવૂડ હજી સુધી સોનમ કપૂરના `બીગ ફેટ વેડિંગ'ના હેંગઓવરમાંથી બહાર નથી આવ્યું ત્યાં તો સોનમ તેના `એન્યુઅલ એપીયરન્સ' માટે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ જવા ઉપડી ગઈ છે અને ત્યાંથી પાછા વળતાં જ તે પોતાની ફિલ્મ `વીરે દી વેડિંગ'ના પ્રમોશનમાં વ્યસ્ત થઈ જશે.
જોકે, નવપરિણીત યુગલ પરણ્યા બાદ દિલ્હી શિફ્ટ થશે કે પછી મુંબઈમાં જ તેમના બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા પોશ એપાર્ટમેન્ટમાં રહેવા જશે એ અંગેની ચર્ચા જોરશોરથી બૉલીવૂડમાં થઈ રહી છે. આ અંગે સોનમને પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે `હાલપૂરતું તે પોતાનાં માતા-પિતાને ત્યાં રહેવાની છે કેમ કે બીકેસીમાંના ફ્લેટનું કામ પૂરું થતાં હજી સમય લાગશે.'
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer