તાપસીના નવા ઘરનું ઈન્ટિરિયર કરશે તેની બહેન

તાપસીના નવા ઘરનું ઈન્ટિરિયર કરશે તેની બહેન
કોઈપણ વ્યક્તિનું એ સપનું હોય છે કે મુંબઈમાં એક દિવસ તેનું `ઘરનું ઘર' હશે. અભિનેત્રી તાપસી પન્નુની બાબતમાં પણ આ વાત સાચી છે. તેણે લગભગ દોઢેક વર્ષ પહેલાં અંધેરીમાં થ્રી-ઍન્ડ-હાફ બેડરૂમનો ફ્લેટ ખરીદ્યો હતો. જોકે, બૉલીવૂડમાં ખૂબ જ વ્યસ્ત હોવાને કારણે તાપસી ફ્લેટમાં કંઈ જ કામ કરાવી શકી ન હતી. હવે જાણવા મળ્યું છે કે તેના આ નવા ફ્લેટનું ઈન્ટિરિયર કામ તેની બહેન શગુન કરવાની છે.
હાલમાં તાપસી તેની ફિલ્મ `મનમર્ઝિયા'ના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેને માટે સ્પેન ગઈ છે જ્યાં શગુનને પણ તેણે સાથે લીધી છે, જેથી પોતાના ફ્લેટ માટે તાપસી કલાત્મક ચીજવસ્તુઓ ખરીદી શકે. બંને બહેનો બાર્સીલોના, મેડ્રીડ અને વેલેન્સીયા શહેરોની આ માટે મુલાકાત લેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer