લગ્ન-હનીમૂન બાદ હિમેશનું બૉલીવૂડમાં `પુનરાગમન''

લગ્ન-હનીમૂન બાદ હિમેશનું બૉલીવૂડમાં `પુનરાગમન''
હિમેશ રેશમિયાએ તેની લાંબા સમયની ત્રી-મિત્ર સોનિયા કપૂર સાથેનાં લગ્ન અને હનીમૂન બાદ ફરી બૉલીવૂડમાં પુનરાગમન કર્યું છે. બૉલીવૂડમાં સંગીતકાર-નિર્માતા અને અભિનેતા તરીકે નામના કમાનારા હિમેશની છેલ્લે 2016માં ફિલ્મ પ્રદર્શિત થઈ હતી જેનું નામ `તેરા સુરુર' હતું.
ટીવી પર મ્યુઝિક શોના જજ તરીકે વ્યસ્ત એવો હિમેશ હવે બે વધારાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. જે પૈકી એક છે વિશાલ મિશ્રા દિગ્દર્શિત ફિલ્મ `હીરીયે'. આ ફિલ્મનું શૂટિંગ સંપૂર્ણપણે ઉત્તર ભારતમાં કરવામાં આવશે જ્યારે બીજો પ્રોજેક્ટ `ફુગલી'ના દિગ્દર્શક કબીર સદાનંદ દિગ્દર્શિત કરવાનો છે. આ ઉપરાંત હિમેશ ફિલ્મ `એક્સપોઝ'ની સિક્વેલ સુધ્ધાં બનાવવાનો છે, પરંતુ તેની હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer