ટેસ્ટમાં ટોસની પરંપરા બંધ કરવાના સમર્થનમાં મિયાદાદ

ટેસ્ટમાં ટોસની પરંપરા બંધ કરવાના સમર્થનમાં મિયાદાદ
કરાચી, તા.21: પાકિસ્તાનના પૂર્વ સુકાની જાવેદ મિયાદાદે ટેસ્ટ ક્રિકેટમાં ટોસની પરંપરા સમાપ્ત કરવાની આઇસીસીની સંભવિત યોજનાનું સમર્થન કર્યું છે. મિયાદાદનું કહેવું છે કે આથી યજમાન ટીમ તેના ફાયદવાળી પિચના બદલે જીવંત પિચ તૈયાર કરવા પર જોર મુકશે. જો કે પાકિસ્તાનના જ બીજા એક પૂર્વ સુકાની સલીમ મલિકનું માનવું છે કે આઇસીસી ટેસ્ટ ક્રિકેટની પરંપરાના મામલે હવે વધુ છેડછાડ ન કરે. ટોસ વિના ટેસ્ટ શકય નથી. 
મિયાદાદે પોતાનો તર્ક સમજાવતા કહ્યું કે પાકિસ્તાનની ટીમ યૂએઇમાં જીતે છે, પણ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં સંઘર્ષમાં જોવા મળે છે. આ સામે મલીક કહે છે કે ટોસથી રમત વધુ રોમાંચક બને છે. જેમાં સુકાનીની ચતુરાઇની કસોટી થાય છે. તેનું માનવું છે કે ટેસ્ટની પિચ તૈયાર કરવા આઇસીસી કયૂરેટરોની નિયુક્તિ કરે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer