લીગ રાઉન્ડમાં રિષભ પંત ટોચ પર રહ્યો

લીગ રાઉન્ડમાં રિષભ પંત ટોચ પર રહ્યો
આઇપીએલ-11ના પ્લેઓફ સુધીના મેચમાં દિલ્હીના યુવા વિકેટકીપર-બેટસમને રીષભ પંતનો બેટિંગમાં સતત દબદબો જોવા મળ્યો હતો. તેણે 14 મેચમાં કુલ 684 રન કર્યાં છે અને પહેલા નંબર પર છે. પંતના નામે કુલ 37 છકકા અને 68 ચોકકા છે. જેમાં પણ તે પહેલા નંબર પર છે. આ પછી લોકેશ રાહુલ (66 ચોકકા અને 32 છકકા) છે. જો કે સિકસના મામલે અંબાતિ રાયડૂ 33 છકકા સાથે બીજા નંબર પર છે. આઇપીએલ-11માં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ પંતના નામે છે. તેણે અણનમ 128 રનની આતશી ઇનિંગ રમી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer