ચંદ્રાબાબુ સામે તિરુપતિ મંદિરના રૂા. 100 કરોડના દુરુપયોગનો આક્ષેપ

આક્ષેપ બાદ વિશ્વ પ્રસિદ્ધમંદિરના પૂજારી રમન્ના દીક્ષિતુલુને પદ ઉપરથી હટાવાયા
હૈદરાબાદ, તા. 21 : ભારતના સૌથી ધનવાન મંદિરોમાંથી એક વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા છે. મંદિરના મુખ્ય પૂજારીએ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ નિયમોની વિરૂદ્ધ જઈને રાજકિય ઉપયોગ માટે મંદિરના 100 કરોડ રૂપિયાના ભંડોળનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મુક્યો હતો. મંદિરના વહિવટમાં ગેરરિતીઆ આક્ષેપો વચ્ચે મુખ્ય પૂજારીને પદ ઉપરથી દુર કરી દેવામાં આવ્યા છે. 
તિરુપતિ મંદિરના પૂજારી રમન્ના દીક્ષિતુલુએ આરોપ મુક્યો હતો કે, મંદિર પ્રશાસન મંદિરના ચડાવાનો દુરુપયોગ કરે છે. આ સાથે એમ પણ કહ્યું હતું કે, મંદિરમાં હજાર વર્ષથી જે રસોઈઘરમાં પ્રસાદ બનાવવામાં આવતો હતો. તેને તોડીને કરોડો રૂપિયાના પ્રાચિન આભૂષણ અને ઝવેરાત ગાયબ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તિરુપતિ મંદિરના 100 કરોડ રૂપિયા ચંદ્રાબાબુએ નિયમ વિરૂદ્ધ જઈને રાજનિતીક નિર્ણયો માટે ખર્ચી નાખ્યા હતા. આ આરોપો બાદ રમન્ના દીક્ષિતુલુને હટાવવામાં આવ્યા  છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer