નીરવ મોદીની રૂા. 170 કરોડની મિલકતો ટાંચમાં લેતું ઈડી

નીરવ મોદીની રૂા. 170 કરોડની મિલકતો ટાંચમાં લેતું ઈડી
નવી દિલ્હી તા. 21 પંજાબ નેશનલ બેન્ક સાથેના રૂ. 13,400 કરોડના કૌભાંડ સંબંધે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ મુખ્ય આરોપી એવા હીરાના ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીની રૂ. 170 કરોડની અસ્કયામતો હંગામી ધોરણે ટાંચમાં લીધી છે. પીએમએલએ તળેની આ હંગામી જપ્તી અંગે એડ્જયુડિકેટીંગ ઓથોરિટી પાસેથી સમર્થન આપવાનું રહેશે.
આ એટેચ્ડ અસ્કયામતોમાં રૂ. 72 કરોડની થવા જતી મોદીની માલિકીની મુંબઈ તથા સુરતમાંની પેઢીઓ-ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રા.લિ. અને પાન્ડ્રા એન્ટરપ્રાઈઝ પ્રા. લિ.નો સમાવેશ થાય છે.  આ ચારમાં સૌથી મોંઘી મિલકત છે મુંબઈના ઉપનગર અંધેરીમાંના એચસીએલ હાઉસ, જેની કિંમત બજારભાવે રૂ. 63 કરોડ થવા જાય છે.
આ  ઉપરાંત ઈડીએ નીરવ, તેના ભાઈ નિશલ મોદી અને ખાનગી તથા જાહેર ક્ષેત્રોમાંની તેઓની પેઢીઓ કુલ 108 બેન્ક ખાતાં ય ટાંચમાં લીધા છે. આ ખાતાંઓમાંથી  કુલ રૂ. પ8 કરોડની રકમ ટાંચમાં લેવાયા છે તેમજ નીરવની બે પેઢીઓએ કરેલા રૂ. 3પ કરોડના રોકાણને  તેમજ મોદીની પેઢીઓના રૂ. 4 કરોડની કિંમતના 11 વાહનોય ટાંચમાં લીધાં છે.
ગત સપ્તાહે એજન્સીએ નીરવના મામા મેહુલ ચોકસીની માલિકીના ગીતાંજલિ ગ્રુપમાંથી 85 કરોડની કિંમતના 34 હજાર દાગીના જપ્ત કર્યા હતા.
ઇડી દ્વારા પી.એન.બી. સાથે 13 હજાર કરોડથી વધુની છતેરપિંડીના ગંભીર કૌભાંડના સંબંધમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીની તપાસ જારી છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer