પિતાએ મને પ્રેમ-સન્માનની શીખ આપી છે : રાહુલ ગાંધી

પિતાએ મને પ્રેમ-સન્માનની શીખ આપી છે : રાહુલ ગાંધી
રાજીવ ગાંધીની પુણ્યતિથિએ ટ્વીટ કરીને યાદ કર્યા
નવી દિલ્હી, તા. 21 : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પોતાના પિતા તથા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 27મી પુણ્યતિથિએ યાદ કરતાં કહ્યું હતું કે, પિતાએ તેમને બધાને પ્રેમ અને સન્માન કરવાનું શીખવ્યું છે. રાહુલે પોતાના પિતાને યાદ કરતાં એવી ટિપ્પણી કરી હતી કે જે તેઓ વર્તમાન રાજકીય હાલત પર કરતા રહ્યા છે.
રાહુલે સોમવારે કરેલા પોતાના ટ્વિટમાં લખ્યું કે, `મારા પિતાએ મને શીખવ્યું છે કે નફરત કરનારાઓ માટે તે જેલ હોય છે. આજે તેમની પુણ્યથિતિએ હું તેમનો આભાર માનું છું કે તેમણે મને બધાને પ્રેમ અને સન્માન કરવાનું શીખવ્યું.
હાલમાં રાહુલ ગાંધી ચૂંટણી ભાષણોથી લઈને બીજા જાહેર કાર્યક્રમોમાં મોદી સરકાર અને ભાજપને જુઠ તથા નફરત ફેલાવવાના નામે ઘેરતા રહ્યા છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમણે ખોટું બોલવા તથા દેશવાસીઓમાં ખોટા વચનો આપવાના આરોપો લગાડતા રહ્યા છે. આ ઉપરાંત દલિતો તથા લઘુમતીને પીડતી ઘટનાઓના દાખલાઓ ટાંકીને તેઓ નરેન્દ્ર મોદી સરકાર તથા ભાજપ પર નફરતનું રાજકારણ રમવાનો આરોપ પણ મૂકતા રહ્યા છે.
એવામાં આજે જ્યારે રાહુલ ગાંધીએ પોતાના પિતાને તેમની પુણ્યતિથિએ યાદ કર્યા તો રાહુલે તેમની પ્રેમ અને સન્માનવાળી શીખનો દાખલો દીધો.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer