ભાવ ઘટાડાના પ્રયાસની સરકારની ધરપત પછી પણ પેટ્રોલ-ડીઝલના દર આસમાને

ભાવ ઘટાડાના પ્રયાસની સરકારની ધરપત પછી પણ પેટ્રોલ-ડીઝલના દર આસમાને
નવી દિલ્હી, તા. 21 : પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડવાની દિશામાં પ્રયાસો કરાશે તેવી કેન્દ્ર સરકારની ધરપત પછી પણ આજે સળંગ આઠમા દિવસે બંને ઇંધણોના ભાવમાં ભડાકાથી દેશવાસીઓમાં ભારે નારાજગી ફેલાઇ છે. સોમવારે પેટ્રોલના ભાવમાં લિટરે 34 પૈસા અને ડીઝલમાં 27 પૈસાના ધીમા ઝેર જેવા વધુ એક વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ 76.57 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 67.82 રૂપિયા પ્રતિ લિટરની વિક્રમી ઊંચાઇએ પહોંચી ગયું હતું. ગઇકાલે રવિવારે જ પેટ્રોલની કિંમત સપ્ટેમ્બર-2013નો વિક્રમ વટાવી ગઇ હતી. ડીઝલના ભાવ તો ઘણા વહેલા તમામ વિક્રમ તોડી ચૂક્યા છે. દેશમાં પેટ્રોલ મુંબઇમાં સૌથી મોંઘું છે. મુંબઇમાં 84.40 રૂપિયા, ચેન્નાઇમાં 79.47 અને કોલકાતામાં 79.24 રૂપિયા લિટરના ભાવે પેટ્રોલ વેચાય છે.
સરકારી ઓઇલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવોમાં તેજીનું ભારણ ગ્રાહક જનતા પર નાખવાનો ફેંસલો કર્યો છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન સંપન્ન થયું તે દિવસથી જ સતત બંને ઇંધણમાં ભાવવધારાનો દોર જારી છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer