આલિયાએ પોતાની ફી વધારી

આલિયાએ પોતાની ફી વધારી

`ઉડતા પંજાબ', `ડીયર ઝિંદગી' અને પોતાની લેટેસ્ટ રિલીઝ ફિલ્મ `રાઝી' દ્વારા અભિનયનાં નવાં શિખરો સર કરનારી પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટે આ ફિલ્મોને મળેલી સફળતાને ધ્યાનમાં લઈ પોતાની ફી વધારી દીધી છે.
બૉલીવૂડના એક વરિષ્ઠ ટ્રેડ સૂત્રના જણાવવા મુજબ કોઈપણ કલાકાર કદી પણ પોતાની ફી ઘટાડતો નથી. શિવાય કે તેની ફિલ્મો હારબંધ રીતે નિષ્ફળ ગઈ હોય. જોકે કોઈપણ એકટરની એકાદ-બે ફિલ્મ સુપરહીટ જાય એટલે તુરત જ તે પોતાની ફી વધારી મૂકે છે અને આલિયા તેમાં અપવાદ નથી. `રાઝી' જેવી સુપર-ડુપર હીટ ફિલ્મને કારણે આલિયાને ચોક્કસપણે ફી વધારવાનું વજૂદ મળી જાય છે. આના જ ઉદાહરણરૂપે તાજેતરમાં દીપિકાએ `પદમાવત'ની ફી તરીકે રૂા. 13 કરોડ લીધા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer