આઈપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં જેકલીન પર્ફેર્મ કરશે

આઈપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં જેકલીન પર્ફેર્મ કરશે
 
જેકલીન ફર્નાન્ડીસ આજકાલ અતિ વ્યસ્ત અભિનેત્રી બની ગઈ છે. તેની આગામી થ્રીલર ફિલ્મ `રેસ-3' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે ત્યારે બીજી તરફ જેકલીનને મુંબઈમાં 27મી મેએ યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગની ક્લોઝિંગ સેરેમનીમાં તેની કળા પ્રદર્શિત કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
રસપ્રદ રીતે તેની ઓપનિંગ સેરેમનીના કાર્યક્રમ વખતે પણ જેકલીને કેટલાંક ચિત્તાકર્ષક નૃત્યો રજૂ કર્યાં હતાં, જેમાં `જુડવા-2'નાં સુપરહીટ ગીતો `ટન ટના ટન' અને `ઊંચી હૈ બિલ્ડિંગ'નો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવવા અનુસાર જેકલીન એકમાત્ર એવી અભિનેત્રી છે જેણે આઈપીએલની ઓપનિંગ અને ક્લોઝિંગ એમ બંને સેરેમનીમાં પર્ફોર્મ કર્યું હોય. દેખીતી રીતે જ આ પ્રતિભાશાળી અભિનેત્રીની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer