ચીન સામેની હારથી ભારતીય બેડમિન્ટન ટીમ થોમસ કપની બહાર

ચીન સામેની હારથી ભારતીય બેડમિન્ટન ટીમ થોમસ કપની બહાર

બેંગ્કોક, તા.23: ભારતીય મેન્સ બેડમિન્ટન ટીમને થોમસ કપમાં ગ્રુપ એમાં ત્રીજા રાઉન્ડના મેચમાં ચીન સામે 0-5ની કારમી હારનો સામનો કરવો પડયો છે. આ હારથી ભારતીય ટીમ ટૂર્નામેન્ટની બહાર થઇ ગઇ છે. ભારતીય ટીમનો પહેલા રાઉન્ડના મેચમાં ફ્રાંસ સામે 1-4થી પરાજય થયો હતો. જ્યારે બીજા મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 5-0થી વિજય નોંધાયો હતો. આથી ભારતીય ટીમ તેના ગ્રુપમાં ત્રીજા સ્થાને રહ્યું હતું. ચીન સામેના મુકાબલામાં ભારતના એચએસ પ્રણોય સહિતના તમામ ખેલાડીના સિંગલ્સ અને ડબલ્સમાં પરાજય થયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer