મ્યાનમારમાં રોંહિંગ્યા આતંકીઓએ કરી હતી હિંદુઓની કત્લેઆમ


યંગુન, તા. 23 : 2017માં મ્યાંમારમાં થયેલી હિંસા દરમિયાન રોહિંગ્યા આતંકવાદીઓએ હિંદુઓનો સામૂહિક કત્લેઆમ કર્યો હોવાનો દાવો એમેનેસ્ટી ઈન્ટરનેશનલના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 25 ઓગષ્ટ 2017ના રોજ થયેલા નરસંહારમાં 99 હિંદુઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. વધુમાં રોહિંગ્યા આતંકવાદીઓએ પોલીસ પોસ્ટ ઉપર હુમલો કર્યા બાદ સંકટ શરૂ થયું હતું. આતંકવાદીઓના હુમલાના જવાબમાં મ્યાંમારની સેનાએ ઓપરેશન શરૂ કર્યું હતું જેના કારણે 7 લાખ રોહિંગ્યાને મ્યાંમારથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer