ચોમાસામાં મુંબઈ મેટ્રો બેસાડશે 241 પંપ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : બૃહન્મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં `મુંબઈ મેટ્રો રેલવે મહામંડળ મર્યાદિત' તેમ જ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)નાં વિવિધ કામો ચાલુ છે. ચોમાસા દરમિયાન આ સાઈટ પર પાણી ન ભરાય એ માટે મેટ્રો રેલવે 241 પંપ બેસાડશે. પાલિકા પણ પાણી ન ભરાય એ માટે 295 પંપ બેસાડવાની છે.
વિવિધ એજન્સીઓના અધિકારીઓની સંકલન બેઠક પાલિકા કમિશનર અજોય મહેતાના માર્ગદર્શન હેઠળ બુધવારે સંપન્ન થઈ છે. 
એમએમઆરડીએ અને મુંબઈ મેટ્રો રેલવે મહામંડળ પણ ચોવીસ કલાક ચાલુ રહે એવા કંટ્રોલ રૂમની રચના કરશે. મુંબઈ સેન્ટ્રલ, કફ પરેડ, વિધાન ભવન, ચર્ચગેટ, હુતાત્મા ચોકની પાણીની પાઈપલાઈન મેટ્રોનાં કામકાજને લીધે બીજે વાળવાનું કામ ચાલુ છે અને આ કામ 31 મે સુધી પૂર્ણ થશે. વેસ્ટર્ન એક્સ્પ્રેસ માર્ગ તથા દહિસર-અંધેરી લિન્ક રોડ પર મેટ્રોના થાંભલાના નીચે પાણી ન ભરાય એની કાળજી લેવાની સૂચના એમએમઆરડીએ અને મેટ્રો રેલવે મહામંડળને અપાઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer