`કિક-2''માં જેકલીન બનશે `મા આનંદ શીલા''

`કિક-2''માં જેકલીન બનશે `મા આનંદ શીલા''
આ સપ્તાહે રિલીઝ થઈ રહેલી ફિલ્મ `રેસ-3' દ્વારા પોતાના ફેવરિટ સહ-કલાકાર સાથે બૉક્ષ અૉફિસ પર વધુ એક વખત `જાદુ' સર્જવાની કોશિશ કરી રહી છે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ. જેકલીને `કીક' મારફત સલામન ખાન કૅમ્પમાં પ્રવેશ કર્યો ત્યારથી બૉલીવૂડમાં તેની સતત ચડતી થતી ગઈ છે અને હવે તે સલમાન સાથે સિકવેલ `કિક-2'ની પણ હીરોઇન બનશે.
`કિક-2'માં જેકલીન `ઓશો' રજનીશની સૌથી નજદીક એવી `મા આનંદ શીલા'ના રોલમાં દર્શકોને જોવા મળશે.
દેખીતી રીતે જ આ ફિલ્મ `ઓશો' રજનીશના જીવન અને ત્યારના સમય પર આધારિત છે. જેકલીને નવ વર્ષ પૂર્વે `અલ્લાદીન' ફિલ્મથી બૉલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જેનો હીરો રીતેશ દેશમુખ હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer