કરણ જોહરે `ધડક''માં નેપોટિઝમનો કર્યો ઇનકાર

કરણ જોહરે `ધડક''માં નેપોટિઝમનો કર્યો ઇનકાર

કરણ જોહર વર્ષોથી બૉલીવૂડમાં નેપોટિઝમ (જાણીતા કલાકારોના સગાંવહાલાંઓને બ્રેક આપવામાં પક્ષપાત કરવો)ના વિવાદના કેન્દ્રમાં રહ્યો છે. જોકે, તાજેતરમાં જ્યારે `ધડક' ફિલ્મની મુખ્ય જોડી (જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટર)ની બાબતમાં તેને સવાલ કરવામાં આવ્યો તો તેણે તુરત જ જણાવ્યું હતું કે આ બંને જણને પોતાની સખત મહેનતને કારણે જ મેં ફિલ્મમાં લીધા છે.
`આજકાલ લોકો પોતાની ખન્ના, કપૂર કે આનંદ જેવી અટકનો ફાયદો લઈ પાછલાં બારણેથી બૉલીવૂડમાં આવી જાય છે. તેમ છતાં કેટલાકની બાબતમાં તેમના આકરા પરિશ્રમને બધા ભૂલી જાય છે. કપૂર પરિવારમાં નવા ટેલેન્ટ જેવા કે જાન્હવી અને હર્ષવર્ધન કપૂરે પોતાનાં કામથી સૌને પ્રભાવિત કર્યાં છે, એમ કરણ જોહરે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer