`હૂ''ના પ્રવક્તા વિવેક અૉબેરોયનું એન્ટિ-ટોબેકો કૅમ્પેન

`હૂ''ના પ્રવક્તા વિવેક અૉબેરોયનું એન્ટિ-ટોબેકો કૅમ્પેન

હૉલીવૂડના ઍક્ટરો મેટ ડેમન અને એસ્ટન કુચરે આરોગ્યમય જીવન માટે ધૂમ્રપાન-વિરોધી અભિયાન શરૂ કર્યું છે ત્યારે બીજી તરફ ઍક્ટર - બિઝનેસમૅન વિવેક ઓબેરૉય ધૂમ્રપાનને નાબૂદ કરવા માટે ચળવળ યોજવાની તૈયારીમાં પડયો છે.
વિવેક ઓબેરૉયને વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ એન્ટિ-ટોબેકોના પ્રવક્તા બનાવ્યા હોઈ તેના દ્વારા હવે પોલીસ સ્ટેશનોને (તમાકુ-મુક્ત) કરવાની નવી ઝુંબેશ શરૂ કરાઈ છે. વિવેક ઓબેરૉયે લગભગ 15 વર્ષ પહેલાં ધૂમ્રપાન બંધ કર્યું હતું. તાજેતરમાં આ 41 વર્ષીય અભિનેતાએ 3000 પોલીસો અને 1000 બેસ્ટ કર્મચારીઓ સાથે `ટોબેકો અવેરનેશ વર્કશૉપ'નું આયોજન કર્યું હતું. તેના આ વર્કશૉપમાં લગભગ 500 ફિલ્મ આર્ટિસ્ટ (જુનિયર કલાકારો) જોડાયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer