અક્ષયકુમાર બન્યો મરાઠી ફિલ્મ `ચુંબક''નો પ્રેઝન્ટર

અક્ષયકુમાર બન્યો મરાઠી ફિલ્મ `ચુંબક''નો પ્રેઝન્ટર

અક્ષયકુમારે મરાઠી ફિલ્મ `ચુંબક'ના પ્રેઝન્ટર તરીકે ડેબ્યુ કર્યું હોઈ આ ફિલ્મના લેખક, ગાયક, અભિનેતા ઉપરાંત ગીતકાર છે સ્વાનંદ કિરકિરે. આ ઉપરાંત અક્ષયનું પ્રોડક્શન હાઉસ `ચુંબક'નું સહ-નિર્માણ પણ કરી રહ્યું છે. સ્વાનંદ અને અક્કીની જોડીએ આ પહેલાં આર. બાલ્કીની `પેડમેન'માં સાથે કામ કર્યું હતું.
આ સંદર્ભમાં સ્વાનંદે જણાવ્યું હતું કે `એ કેવળ યોગાનુયોગ છે કે મેં આર. બાલ્કી સાથે મળી `પેડમેન'ની પટકથા લખી હતી (જેમાં અક્ષય મુખ્ય ભૂમિકામાં હતો તેમ જ ફિલ્મનું નિર્માણ પણ તેણે જ કર્યું હતું.) સ્વાનંદે એવી બાતમીને રદિયો આપ્યો હતો કે `ચુંબક'માં અક્ષયકુમાર `સ્પેશિયલ એપીયરન્સ'માં છે. ફિલ્મ દ્વારા બે નવા કલાકારો સાહિલ જાધવ અને સંગ્રામ દેસાઇને અમે રજૂ કરવાના છીએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer