ભારત કરતાં અમારા સ્પિનરો વધુ સારા : અફઘાન સુકાની

ભારત કરતાં અમારા સ્પિનરો વધુ સારા : અફઘાન સુકાની

બેંગ્લુરૂ, તા.12: ભારત વિરૂધ્ધના એકમાત્ર ટેસ્ટમાં અફઘાનિસ્તાનને તેના સ્પિનરો પર પૂરો ભરોસો છે. ટીમના સુકાની અસગર સ્ટાનિકજાઇએ ગુરુવારથી શરૂ થતાં એક માત્ર ટેસ્ટ પૂર્વે તેણે ટીમ ઇન્ડિયાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે તેની ટીમના સ્પિનરો ભારતના રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાથી વધુ સારા છે. અશ્વિન અને જાડેજા આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં હાલ ચોથા અને પાંચમા નંબર પર છે. 
અફઘાન સુકાની સ્ટાનિકાજાઇનું માનવું છે કે રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન અને અનુભવી મોહમ્મદ નબીની સ્પિન ત્રિપુટી વધુ મજબૂત છે. પૂરી દુનિયા જાણે છે કે અમારી પાસે રશિદ, મુજીબ, નબી, રહમત શાહ અને ઝહિર ખાનના રૂપમાં શ્રેષ્ઠ સ્પિનરો છે. ટેસ્ટમાં દબાણ અમારા પણ નહીં ભારત પર રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer