વિરાટ કોહલી ઉબરનો બ્રાંડ એમ્બેસેડર બન્યો

વિરાટ કોહલી ઉબરનો બ્રાંડ એમ્બેસેડર બન્યો
 
નવી દિલ્હી, તા.12: ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી કેબ કંપની ઉબરનો નવો બ્રાંડ એમ્બેસેડર બન્યો છે. આ જાણકારી ઉબરના હેડ ઓફ માર્કેટિંગ સંજય ગુપ્તાએ આપી હતી. તેમણે કહ્યં હતું કે વિરાટ કોહલી વ્યક્તિગત પ્રગતિની મિશાલ છે. તે હવે અમને નવા ભાગીદારના રૂપમાં મળ્યો છે. અમે લાખો ભારતીયોને તેમની મંઝિલે સુરક્ષિત પહોંચાડીએ છીએ. ઉબર સાથે વિરાટ કોહલીએ કેટલા રૂપિયામાં કરાર કર્યો છે તે બહાર આવ્યું નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer