ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે સોનું નરમ

ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે સોનું નરમ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 : ડોનાલ્ડ  ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના કિમ જોંગ વચ્ચે સિંગાપોરની મંત્રણા સફળ થતા વિશ્વને હાશકારો થયો છે. ઉત્તર કોરિયા પરમાણું શત્રોને નષ્ટ કરશે તેવી બાંયધરી બેઠકમાં મળવાથી સોનામાં જોખમ સામે હેજીંગની માગ ઘટી હતી. જોકે આવતી કાલે ફેડરલ રિઝર્વની બેઠક ઉપર બુલિયન ડીલરોની નજર મંડાઇ ગઇ હતી. 
ન્યૂ યોર્કમાં 1297 ડોલરના સ્તરે સોનું રનિંગ હતું. સોનાની સાથે ચાંદીમાં પણ નરમાઇ હતી. ન્યૂ યોર્કમાં 16.83 ડોલરનો ભાવ હતો.
સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ સ્થિર રહેતા રૂા. 30,750ના સ્તરે હતો. ચાંદી એક કિલોએ રૂા. 40,500 હતી. મુંબઇમાં સોનું રૂા. 45 ઘટી રૂા. 31,025 અને ચાંદી રૂા. 140 ઘટતા રૂા. 40,395 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer