તાતાનું ટ્રાન્સફોર્મર ટ્રીપ : મધ્ય મુંબઈમાં બે કલાક વીજળી ગૂલ


અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : આજે સાંજે સુમારે પાંચ વાગ્યે ધારાવી ખાતે તાતાનું ટ્રાન્સફોર્મર ટ્રીપ થતાં મધ્ય મુંબઈના ધારાવી સહિત દાદર, સાયન, વડાલા, પ્રભાદેવી, એલફિન્સ્ટન, વરલી, શીતલાદેવી વગેરે વિસ્તારોમાં અડધાથી બે કલાક સુધી વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. પરિણામે ગરમીમાં લાખો લોકો પરસેવે રેલઝેબ થયા હતા.
આ અંગેની માહિતી આપતાં `બેસ્ટ'ના જનસંપર્ક અધિકારી હનુમંત ગોફણેએ જણાવ્યું હતું કે તાતાનું ટ્રાન્સફોર્મર ટ્રીપ થતાં `બેસ્ટ'ના વિવિધ વિસ્તારોમાં આવેલા 11 પાવર ટ્રાન્સફોર્મરને અસર પહોંચી હતી અને વીજળી ખંડિત થઈ હતી. સાંજે સુમારે 7 વાગ્યા સુધીમાં બધા જ વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer