આઈએએસની હડતાળના `આપ'' તરફથી પુરાવા : ધરણાં જારી


નવી દિલ્હી, તા. 12 : આમ આદમી  પાર્ટીએ મંગળવારે આઈએએસ અધિકારીઓની છેલ્લા ચાર માસથી દિલ્હીમાં હડતાળ છે તેવા આક્ષેપો સાબિત કરવા માટે દસ્તાવેજી આધારો રજૂ કર્યા હતા.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમલદારોને હડતાળનો અંત લાવવાનો નિર્દેશ આપવા તેમજ ચાર માસથી કામગીરી અટકાવનાર અધિકારીઓ સામે પગલાં લેવા સહિતની માગણીઓ સાથે ધરણા આજે પણ જારી રાખ્યા હતા.
દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ચાર પત્રો ટાંકતાં આપ દ્વારા દાવો કરાયો હતો કે ચાર માસથી કામ નથી કર્યું, તેવું ખુદ આઈએએસ અધિકારીએ કબૂલ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer