બિટકોઇન કેસમાં નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરવા કોર્ટમાં અરજી


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12 : બિટકોઇન કેસમાં લાંબા સમયથી ફરાર પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને શોધવા માટે સીઆઇડી  દ્વારા સીઆરપીસી 70નું વોરંટ લેવામાં આવ્યું હતું પણ એક મહિનાની લાંબી તપાસ બાદ કોટડિયાનો કોઇ પત્તો નહીં લાગતા આજરોજ સીઆઇડી  ક્રાઇમ દ્વારા અરજી કરી નલીન કોટડિયાને ભાગેડુ જાહેર કરવાની માગણી કરી છે. અદાલતે સીઆઇડીની  રજૂઆત બાદ  પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.  
બીજી તરફ બિટકોઇનની બીજી 150 કરેડની ફરિયાદના મુખ્ય આરોપી  શૈલેષ ભટ્ટને પણ સીઆઇડી  શોધી શકી નથી. આ મામલે હમણાં સુધી પાંચ ધરપકડ થઇ ચૂકી છે. જોકે શૈલેષ ભટ્ટ દ્વારા સુરતની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે  જેની સુનાવણી 14મી જૂનના રોજ થવાની છે જ્યારે ગુજરાત હાઇ કોર્ટમાં શૈલેષ ભટ્ટે પોતાની સામે નોંધાયેલી ફરિયાદ ખોટી હોવાનો દાવો કરી ફરિયાદ રદ કરવાની  માગણી કરી છે. અગાઉ એક વખત ફરિયાદ રદ કરવાની અરજીની વેકેશન દરમિયાન સુનાવણી થઇ હતી પણ હાઇ કોર્ટે વેકેશન બાદ અરજી મૂકવા જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer