આજથી અગિયારમા ધોરણની પ્રવેશપ્રક્રિયા શરૂ


મુંબઈ, તા. 12 : અગિયારમા ધોરણમાં પ્રવેશના બીજા તબક્કાની પ્રવેશપ્રક્રિયા આવતી કાલથી શરૂ થશે. તે માટેના કટ ઓફ આજે સાંજે જાહેર કરાયા હતા. 
ડેપ્યુટી ડિરેક્ટરના કાર્યાલયે આ વર્ષે મુંબઈમાં અગિયારમા ધોરણની પ્રવેશપ્રક્રિયાનું સમયપત્રક મોડેથી જાહેર કર્યુ તેથી બાયફોકલ કોર્સના એડમિશનના ફોર્મ 18મી જૂન સુધી ભરી શકાશે અને વિવિધ ક્વોટાના એડમિશન 13 થી 25મી જૂન દરમિયાન થશે. વિદ્યાર્થીએ ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ 10 કૉલેજોની પસંદગી કરવાની રહેશે અને તેઓ દરેક તબક્કામાં પોતાની પસંદગીની કૉલેજોના ક્રમમાં તેમાં રહેલી વેકેન્સી મુજબ ફેરફાર કરી શકે છે. 
શિક્ષણ વિભાગ 5ચમી જુલાઈએ પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરતાં પહેલાં 29મી જૂને સામાન્ય મેરિટ લિસ્ટ બહાર પાડશે.  આ મેરિટ લિસ્ટ અરજી કરનાર વિદ્યાર્થીઓના બેસ્ટ ઓફ ફાઈવ માર્ક પર  આધારિત રહેશે, જ્યારે લિસ્ટ વેબસાઈટ પર અપડેટ થાય ત્યારે વિદ્યાર્થીઓએ તેમના માર્ક અને તેમની માહિતી  તપાસવાની રહેશે. તેઓ  બે દિવસ સુધી ડિપાર્ટમેન્ટમાં જઈ  તેમાં ફેરફાર કરી શકશે. 
કૉલેજો વિદ્યાર્થીઓના વર્ગ તેમની 70 ટકા જેટલી સીટ ભરાય પછી જ લેશે. શિક્ષણ ખાતાએ નવા વિદ્યાર્થીઓ માટે કૉલેજોને વિશેષ વર્ગ શરૂ કરવા જણાવ્યું છે. શિક્ષણ વિભાગ આ એડમિશનની પ્રક્રિયા ચાર તબક્કામાં કરવા વિચારી રહ્યા છે, જે 31મી જૂન સુધી ચાલશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer