સ્મર્ચ મિસાઇલનું સફળ પરીક્ષણ : 90 કિ.મી. દૂર સુધી ત્રાટકવાની ક્ષમતા


નવી દિલ્હી, તા. 12 : પોખરણમાં મંગળવારે 90 કિ.મી. દૂર રહેલા દુશ્મનને મારી શકવાની ક્ષમતા ધરાવતા સ્મર્ચ મિસલાઇનું સફળ પરીક્ષણ કરાયું હતું.
ભારત અને રશિયાના સંયુક્ત પ્રયાસથી નિર્મિત આ મિસાઇલનું ગત વર્ષે પણ પરીક્ષણ કરાયું હતું, પરંતુ લક્ષ્ય સુધી પહોંચવામાં તેને સફળતા મળી ન્હોતી.
પરીક્ષણ વખતે આજે ભારતીય સેના અને રશિયાના વૈજ્ઞાનિકો હાજર હતા. આ મિસલાઇની કુલ્લ પાંચ આવૃત્તિ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer