સંઘની બદનક્ષીના કેસમાં રાહુલ સામે આરોપનામું


મુંબઇ, તા. 12 : આરએસએસ માનહાનિ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષને આંચકો આપતા ઘટનાક્રમમાં મહારાષ્ટ્રની ભીવંડી અદાલતે રાહુલ ગાંધી વિરુદ્ધ આરોપ ઘડયા છે. હવે રાહુલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 તળે કેસ ચાલશે. આ મામલાની નવી સુનાવણી 10મી ઓગસ્ટનાં થશે. અદાલતના ફેંસલા બાદ રાહુલે અદાલત બહાર પોતાની જાતને નિર્દોષ ગણાવીને મોદી સરકાર પર પ્રહાર કરતાં એવો આક્ષેપ કર્યો હતો કે, મારા વિરુદ્ધ ષડયંત્ર રચાયું છે.
ભીવંડી કોર્ટ બહાર મીડિયા સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલા કરીને કહ્યું હતું કે, આ સરકાર વારંવાર મારા પર કેસ કરતી રહે છે.
પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ અને અશોક ગેહલાતની હાજરી વચ્ચે સુનાવણી કરતાં ન્યાયમૂર્તિએ રાહુલને આરોપી ઠરાવ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer