ગર્લફ્રેન્ડની મારપીટના કેસમાં અભિનેતા અરમાન કોહલીની ધરપકડ

ગર્લફ્રેન્ડની મારપીટના કેસમાં અભિનેતા અરમાન કોહલીની ધરપકડ

મુંબઈ, તા.12 : સાંતાક્રુઝમાં ત્રણ જૂને અભિનેતા અરમાન કોહલીએ પોતાના ઘરે ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાની મારપીટ કરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આજે આ કેસમાં કોહલીની ધરપકડ કરી હતી. સમાચાર એજન્સી એએનઆઇના ટ્વીટ પ્રમાણે અરમાન કોહલી સાથે રહેતી નીરુ  રંધાવાએ ત્રણ જૂને કોહલીએ મારપીટ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી તેના પગલે મુંબઈ પોલીસે આજે કોહલીની ધરપકડ કરી હતી. કોહલી વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ નંબર 323, 326, 504 અને 506 અંતર્ગત કેસ નોંધાયો હોવાનું પણ જણાવાયું હતું. 
પોલીસ ફરિયાદ પ્રમાણે ઘરમાં સાથે જ રહેતા કોહલી અને રંધાવા વચ્ચે ત્રીજી જૂને કોઇ બાબતે ઝઘડો થયો હતો અને અરમાને રંધાવાને ધક્કો મારીને સીડી પર પછાડી હતી. બાદમાં તેના વાળ પકડીને ઘસડી હતી અને તેનું માથું ફ્લોર પર અફળાવ્યું હતું. બાદમાં રંધાવા કોહલીના સકંજામાંથી છટકીને બિલ્ડિંગની નીચે આવીને ડ્રાઇવરને નજીકની હૉસ્પિટલે લઇ જવાનું કહ્યું હતું. ડૉક્ટરને આ વાત કહ્યા બાદ હૉસ્પિટલના કર્મચારીએ ફોન કરીને પોલીસને બોલાવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer