આપણે સ્વબળે જ ચૂંટણીઓ લડવાની છે : ઉદ્ધવ ઠાકરે

આપણે સ્વબળે જ ચૂંટણીઓ લડવાની છે : ઉદ્ધવ ઠાકરે

મુંબઈ, તા.12 : ભાજપના અધ્યક્ષ અમિત શાહ માતોશ્રીમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે યુતિ બાબતે વિસ્તૃત ચર્ચા કરી ગયા બાદ હવે આ બંને પાર્ટીઓ વચ્ચે યુતિ થશે કે કેમ તેની ચર્ચા વચ્ચે ઠાકરેએ સોમવારે ફરીથી આગામી ચૂંટણીઓ સ્વબળે  જ લડવાની ઘોષણા કરી હતી.
સોમવારે બાંદરાના રંગશારદામાં આયોજિત શિવસેનાના પદાધિકારીઓની બેઠકમાં ઠાકરેએ શિવસૈનિકોનું માર્ગદર્શન કરતા પાર્ટીની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ કાર્યક્રમમાં યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરે પણ હાજર હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આગામી તમામ ચૂંટણીઓ આપણે જીતવાની છે. કોઇ પણ પરિસ્થિતિમાં માત્ર વિજય એ જ આપણું ધ્યેય છે. શાહ સાથેની મુલાકાત અંગે માત્ર એક જ વાક્યમાં ઠાકરેએ કહ્યું હતું કે બંધબારણે માત્ર બંને વચ્ચે મુલાકાત જ થઇ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer