મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ફૂડ વેન્ડિંગ મશીન

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ફૂડ વેન્ડિંગ મશીન

મુંબઈ, તા.12 : મુંબઈ સેન્ટ્રલ રેલવેનું પહેલું સ્ટેશન બનશે જેમાં પ્રવાસીઓ ફૂડ વેન્ડિંગ મશીન દ્વારા પીઝા, ફ્રાઈસ, પોપકોર્ન અને બીજી ફાસ્ટ ફૂડ વાનગીઓનો આસ્વાદ માણી શકશે. 
ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)  આ મશીન મહિનાના ઉત્તરાર્ધ સુધીમાં શરૂ કરશે. કેટલાક દિવસો પહેલાં રેલવેએ આવા જ મશીનો કોઈંબતૂર  બેંગલુરુ ઉદય  એક્સ્પ્રેસમાં પણ બેસાડયા હતા.
આ મશીનમાં વેજ અને નોનવેજ પીઝા આઠથી દસ ઈંચની સાઈઝમાં મળશે. પીઝા આ મશીનમાં ટોપિંગ સાથે  બેક થશે. તેને તૈયાર થવામાં 7 મિનિટનો સમય લાગશે. તેના પૈસા તેની સાઈઝ અને સામગ્રી પર નિર્ભર કરશે. જોકે તેના ભાવ રૂપિયા 70થી માંડીને 250 સુધી રહેશે જે સિંગલ સ્લાઈસ, આખો પિઝા, થીન પિઝા અથવા સામાન્ય પીઝા જોઈએ તેના પર નિર્ભર કરશે. આ મશીનમાંથી ફ્રાઈસ, પોપ્સિકલસ, જ્યુસ (કેન અને પેકેટ) અને પોપકોર્ન પણ મળી શકશે.
મુંબઈ સેન્ટ્રલને આ મશીન માટે એટલે પસંદ કરાયું છે કારણ અહીં પરાંના અને લાંબા અંતરની ટ્રેનોના પ્રવાસીઓનો ધસારો રહે છે. તેને જન આહાર સ્ટોલ પાસે મુકાશે. જ્યાં પ્રવાસીઓ  ટ્રેનની પ્રતિક્ષા કરતાં હોય છે. 
આઈઆરસીટીસી ટૂંક સમયમાં બધાજ ખાવાના સ્ટોલને આવા મશીન સાથે બદલવાની યોજનામાં છે. જેને કારણે ઓછી જગ્યામાં પ્રવાસીઓને ઉત્તમ દરજ્જાનું ખાવાનું મળી શકે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer