આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજનો આપઘાત

આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજનો આપઘાત

ઈન્દોરના નિવાસે માથામાં ગોળીઓ ધરબી: ટોચના નેતાઓ, લતાજી તેમના શિષ્યગણમાં : મોડેલિંગ બાદ અધ્યાત્મ તરફ વળેલા ભૈયુજીને એમપી સરકારે પ્રધાનપદ ઓફર કર્યું હતું
 
ઈન્દોર, તા.12: વિવાદગ્રસ્ત ગોડમેન અને અધ્યાત્મ અગ્રણી ભૈયુજી મહારાજે આજે અહીં વૈભવી વિસ્તારમાં આવેલા તેમના નિવાસે માથામાં ગોળીઓ દાગી આપઘાત કરી લઈ જીવન ટૂંકાવ્યુ હતું. માથામાં ગોળી ધરબી દીધા બાદ તેમને ભારે નાજુક હાલતમાં અહીંની બોમ્બે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે પોલીસે, તેમના નિવાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. તેમના ટેકેદારો મોટી સંખ્યામાં હોસ્પિટલ સામે એકઠા થયા હતા.
ભૈયુજીનું અસલ નામ હતું ઉદયસિંહ દેશમુખ. સિયારામ શૂટીંગ સહિતની બ્રાન્ડ માટે મોડેલીંગ કરી ચૂકેલા ભૈયુજી પછીથી અધ્યાત્મજગત તરફ વળ્યા હતા. અનેક રાજકારણીઓ અને શોબિઝનેસના લોકોના સલાહકાર રહેલા ભૈયુજી મહારાજે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તરફથી મંત્રીપદની થયેલી ઓફર નકારી હતી.
મહાશિવરાત્રિ વિશે છેલ્લું ટવીટ કર્યાના આશરે 1 કલાક બાદ આજે બપોરે 2ાાના સુમારે માથામાં ગોળીઓ ધરબી હતી. ટવીટમાં લખ્યુ હતું કે ``માસિક શિવરાત્રિ કો મહાશિવરાત્રિ કહતે હૈ. દોનો પંચાંગોમેં યહ ચંદ્ર માસ કી નામકરણ પ્રથા હૈ. જો ઈસે ઈસે અલગ-અલગ કરતી હૈ. મેં સભી ભકતગણો કો ઈસ પાવન દિવસકી બધાઈ એવં શુભકામનાએં દેતા હું.''
થોડા વર્ષ પહેલાં પ્રથમ પત્ની માધવીના મૃત્યુ બાદ ગયા વર્ષે તેમણે બીજું લગ્ન કર્યુ હતુ. પ્રથમ લગ્નથી તેમને એક પુત્રી હતી. માધવીના મૃત્યુ બાદ આશ્રમની કોઈક મહિલા સાથેના કથિત સંબંધોનો તેમની સામે આક્ષેપ થયો હતો.  '16માં જાહેરજીવનમાંથી નિવૃત્તિ લેવાની તેમની જાહેરાતથી અનેકને અચરજ થયું હતું. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ભારે લોકપ્રિય રહેલા ભૈયુજી મહારાજનો અહીં આશ્રમ છે તેમ જ સીએમ દેવેન્દ્ર ફડનવીસ જેવા ટોચના રાજકીય નેતાઓ, લતા મંગેશકર તેમના શિષ્યગણમાં સમાવેશ થતો હતો. તેમના પિતા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા.
ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શનના નેજા હેઠળ અણ્ણા હઝારે અનશન પર ઉતર્યા હતા ત્યારે તેમને મનાવવા યુપીએ સરકારના કહેવાથી મધ્યસ્થી બનેલા ભૈયુજી તલવારબાજી, ઘોડેસવારી કરતા ભૈયુજી ખેતીકામ પણ કરતા. તેમ જ તેઓ ફેસરીડર પણ હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer