ઍરસેલ - મેક્ષિસ કેસ : ઈડી સમક્ષ હાજર થતા ચિદંબરમ

નવી દિલ્હી, તા. 13: ઍરસેલ - મેક્ષિસ મની લોન્ડરિંગ કેસ સંબંધે પોતાનું નિવેદન નોંધાવવા પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ ઉપસ્થિત થયા હતા. એજન્સીએ પીએમએલએ હેઠળની કારવાઈના ભાગરૂપે તેમને અગાઉ તા. પાંચમી જુને બોલાવ્યા હતા. તે દિવસની પૂછપરછ બાદ તેમણે ટ્વિટ કર્યું હતું કે જે પ્રશ્નો પુછાયા તે તો ઓલરેડી ફાઈલમાં નોંધાયેલા છે અને તેથી જવાબો ય ફાઈલમાં છે. વળી આ બાબતે કોઈ એફઆઈઆર નોંધાઈ નથી તેમ કોઈ ગુનાનો આક્ષેપ થયો નથી એમ તેમણે કહ્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer