શૅરબજાર `રેન્જ બાઉન્ડ''

મુંબઈ, તા. 13 : આજે શૅરબજારે શરૂઆતમાં ઝડપી વૃદ્ધિની ચાલ દાખવી હતી. ખાસ તો અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચેની સમિટના પ્રોત્સાહક નિર્ણયે તો સ્થાનિકમાં ઔદ્યોગિક ઉત્પાદનની હૂંફ હતી. ગઈકાલે જાહેર થયેલા આંકડાની અનુકૂળ અસરે બજાર વધતું જણાયું. આજે આગળ ઉપર અમેરિકાનું ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવાના મુદ્દે કેવો નિર્ણય લે છે તેના પરના અનુમાન વચ્ચે ઊંચામાં લેવાલી ધીમી પડી અને નફો બાંધવાની તક લેવાતી રહેતાં શૅરબજાર વધતું અટકી આ લખાય છે ત્યારે `રેન્જ બાઉન્ડ' થતું જણાયું હતું. આજે સવારે 10.02 વાગ્યે બેન્ચમાર્ક સેન્સેક્ષ આજે આગલી બંધ સપાટીની તુલનામાં 41 પૉઈન્ટ્સ વધીને 35,732ની અને નિફ્ટી 5 પૉઈન્ટના સુધારે 10,847ની સપાટીને સ્પશર્યા હતા. ગઈકાલે આમ તો રિટેલ ફુગાવાનો આંકડો વધ્યો હોવાનું જણાયું હતું. અમેરિકાનાં બજારો ગઈકાલે લગભગ સુધારાતરફી જણાયાં હતાં તો આજે સવારે એશિયન બજારોમાં મિશ્ર ટોન હતો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer