મોનોરેલ ફરી શરૂ થાય એ માટે લાંબી રાહ જોવી પડશે

મુંબઈ, તા. 13 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)ની મોનોરેલ અંગેની દરખાસ્તને મંજૂર કરી નથી. આમ મોનોરેલ માટે વધુ રાહ જોવી પડશે એમ લાગે છે. મોનોરેલ સેવા આમ તો તેના બે કોચમાં આગ લાગવા પછી નવેમ્બર, 2017થી બંધ થઈ ગઈ છે ત્યારે હવે એમએમઆરડીએ એ રાજ્ય સરકારને આ સિસ્ટમમાં સુધારા-વધારા કરીને તે ફરી શરૂ કરવાની દરખાસ્ત કરી હતી.  આ દરખાસ્ત સોમવારે પાછી મોકલી દેવામાં આવી હતી. જેમાં સરકારી અધિકારીઓએ કેટલાક મુદ્દાઓ જેમ કે પબ્લિક એકાઉન્ટસ કમિટી અને અન્ય સલામતી વિશે વધુ સ્પષ્ટતા માગી છે. વધારાના મેટ્રોપોલિટન કમિશનર સંજય ખંડારેએ અમે આનો ઉત્તર તરત જ મોકલીશું જેથી આ કોરિડોર પુન: શરૂ કરી શકાય.  મોનોરેલ પ્રથમ તબક્કો (ચેમ્બુર-વડાલા) નવેમ્બર, 2017થી બંધ છે તો બીજો તબક્કો (વડાલા-જેકબ સર્કલ)ને રેલવે સેફ્ટી વિભાગના કમિશનરની લીલી ઝંડી એપ્રિલ, 2018માં મળી હતી.  હવે એમએમઆરડીએ તે કોરિડોર શરૂ કરવા રાજ્યની પરવાનગીની રાહ જોઈ રહ્યું છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer